મોરપીંછ – રાજુલ ભાનુશાલી એને ઘણી વખત થતું કે રખેને ભૂલમાંય અડકી જવાશે તો એનીય ચામડીનો રંગ ક્યાંક ભાભી જેવો ઇસ્ટમેન ન થઈ જાય. ક્યારેક સવારના ભાભી રોટલી કરતાં હોય ત્યારે પાછળથી બિલ્લીપગે આવીને એમનાં નિતંબ સાથે અડપલાં કરતા ભાઈને જોઈને એને ઉબકાં આવી જતાં. અલબત્ત રાત્રે પાર્ટીશન પાછળથી ધમણની […]
Monthly Archives: August 2018
ચોકલેટ – ધવલ સોની “ચોક… ચોકલટ આપીત?” “હમ્મ.. બહુ બધી. તારે જેટલી ખાવી હોય એટલી, આવીશ? ” જવાબમાં ભૂરી હસી પડી. ઉલ્લાસભેર તેણે માથું ‘હા’ માં ધૂણાવ્યું. ભૂરી ચોકલેટના હરખમાં નિર્જન ખેતર ભણી પેલાની પાછળ પાછળ દોરવાઈ. થોડી ક્ષણો બાદ ચોકલેટના રેપરની સાથેસાથે ભૂરીના દેહ પરથી ઉપવસ્ત્ર પણ નીકળી […]
માથાબોળ – મીનાક્ષી વખારિયા “જોજે એને અડકતી નહીં, માથાબોળ નહાવું પડશે.” હિંચકે બેઠેલાં બા બોલ્યાં. રિયા ઝાડુવાળીની છોકરી સોમીને અડવાની જ હતી. “કેમ નહીં અડવાનું દાદી?” “એ લોકો હલકી વરણના એટલે નહીં અડકવાનું બસ…” રિયા, પહેલીવાર બહાર બેઠી… “એક ખુણામાં બેસી રહેજે… ક્યાંય અડતી નહીં, ખાવાપીવાનું ત્યાં જ મળી રહેશે. “હું હલકી વરણની […]
“પહેલી જુલાઈ!… આજે હું કેમ ભૂલી શકું? આજે તો તેનો બર્થડે.” સવારે અલાર્મ વાગતાની સાથે તારીખ જોઈ દેવ પથારીમાંથી સફાળો ઉભો થતાં મનમાં બોલ્યો. તરત તેણે વોટ્સઅપનું સ્ટેટ્સ બદલ્યું, ‘હેપ્પી બર્થડે…’ પાછળ કેક અને ફુગ્ગાના સિમ્બોલ સેટ કર્યા. “તેને ગુલાબ બહુ ગમતું એટલે ગુલાબનો પુષ્પગુચ્છ લઈ લઉં, સાથે લાલ ટીલડીઓ […]
ભીની રક્ષા – ધર્મેશ ગાંધી “ભાઈ, હું કેટલી વિવશ.. કે મારે તારા ફોટો પર..” કહેતાં બહેને ટેબલ પરની ફોટોફ્રેમને, આંસુઓથી ભીંજાયેલી રાખડી બાંધવા હાથ લંબાવ્યો. “ઑયે નૌટંકી, બંધ કર તારું આ પાગલપણું.. લે આવી ગયો, બસ?” બોલતાં આર્મી-યુનિફોર્મમાં સજ્જ ભાઈએ પાછળથી આવીને બહેનના ગાલે ટપલી મારી. “સર પ્લીઝ, પેશન્ટનો […]
ભ્રમ – ગોપાલ ખેતાણી “તું અને જીમ? કોના માટે” “અજયને તો તું…” “ઓહ માય ગોડ…યુ ક્રેઝી!” “હા યાર…એ છે જ એવો… પુશ અપ્સ કરે ત્યારે એના બાવડાં પાસે બાહુબલી પાણી ભરે, એની ચેસ્ટ જોઈને તો મને એવું લાગે કે હું તેને બાઈટ્સ આપી દઉં. હેર બેન્ડ ખોલી એની લટોને ઝાટકો […]
મધલાળ – સંજય ગુંદલાવકર ઉર્વશી નામનું આલ્બમ અચાનક ખુલ્યું… એક લીલીછમ ડાળ પર બે પંખી બેઠા હતા. ઉર્વશી- ‘દોમ દોમ સાયબી ને રૂપ રૂપનો અંબાર’ ને મયંક- ‘ડંખીલો મધલાળ’. ઉર્વશીના ઋજુ હૃદયના સ્પંદનોથી રમે એ પહેલા તો એક શિકારી આવ્યો ને ઉર્વશીને લઈને ઉડી ગયો. હવામાં કોઈનું સ્મરણ રજકણ બનીને […]
હમસફર – જીજ્ઞેશ અધ્યારૂ ‘ધ લાસ્ટ માઈલસ્ટોન’માંથી ફોન આવ્યો,”વી આર પ્લીઝ્ડ ટુ….” બારીના પડદામાંથી ચળાઈને આવતી ચાંદનીના આછા ઉજાસમાં એક મરોડદાર દેહલતા કિંગબેડ પર ઢળી રહી. દરવાજે ઉભેલું શરીર જાણે સુન્ન થઈ ગયું, અચાનક એમાં ઝણઝણાટી ફેલાઈ, ધીમા પગલાં થયા. પેલા શરીરનું એકમાત્ર આવરણ હવાએ સેરવી નાખ્યું. સુંદરતા સહેજ ખસી. […]
સાધના – મીતલ પટેલ એની નાગણશી લીસી ત્વચા પર પ્રેમથી મારો હાથ ફરી રહ્યો અને એનું રોમરોમ ઝંકૃત થઈ ઊઠ્યું. સાથે મારું પણ! એના કોમળ ગુલાબી અધરોનો રસ મને આજે પણ પહેલી વાર જેટલો જ મીઠો લાગ્યો. અખંડ તૃપ્તિનો સંતોષ એની નશીલી આંખોમાં નિહાળી હું થોડો વધુ તૃપ્ત થયો. હંમેશાની […]
બોન્સાઈ – સોનિયા ઠક્કર વિરાજે ઘરમાં આવતા જ બોન્સાઈ ટ્રી વિશાખાના હાથમાં મૂક્યું. ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા એની પસંદગી થઈ હતી. દીવાનખંડમાં એને ગોઠવતા વિશાખા બોલી ઊઠી, ‘તને આમ જીવવું ફાવી ગયું હશે ને? મારી જેમ જ !’
નો છાપુ, નો ટી.વી. – નીલમ દોશી સમાચાર પર નજર પડતા જ રાધિકાએ છાપાનો ડૂચો વાળી માળિયા પર ઘા કર્યો. રહીમ બ્રશ કરીને આવ્યો, રોજની જેમ બંને સાથે ચા પીવા બેઠા. ચાનો કપ લેતા રહીમે પૂછયું, “છાપું ક્યાં?” “ખબર નહીં… આજે છાપાવાળો દેખાયો જ નથી.” ”રવિવારે છાપું ન આવે […]
રફતાર — રક્ષા મામતોરા “ઓટો….પ્લીઝ…” કહી કશિષે હાથ લાંબો કરી રિક્ષા રોકી અને ઝડપથી રિક્ષામાં બેસી ગઈ. આગ ઓકતી ગરમીને મહાત કરી માનવીની રફતાર તેજ ગતિએ ચાલી રહી હતી. રેડ સિગ્નલ આવતા જ રિક્ષા થંભી. કશિષે બેચેનીપૂર્વક રીસ્ટવોચમાં જોયું , “ઓહ! બે વાગવામાં દસ જ મિનિટ બાકી છે,” મનોમન બોલી […]
દાઝ — શિલ્પા સોની ન્યૂઝ ચેનલ પર પ્રસારિત સ્લાઇડમાં કાયમ નારી ઉત્થાન પર વક્તવ્ય આપતો એ ઘેઘૂર અવાજ સાંભળી હું થડકી. શાળાનાં વાર્ષિકોત્સવ વખતે સ્ટેજ તરફ દોરતા, મારી છાતીએ બે વખત હાથ અડાડી, સૉરી કહેતો એ કદરુપો પાન ચાવતો ચહેરો નજર સામે તરવર્યો. છેડતી કરવાના આરોપસર અમાનુષી […]
નવજીવન — હેતલ પરમાર વર્ષોથી પથારીમાં બેશુધ્ધ પડેલી હું એટલે રોઝી. મારી આંખો જુએ છે બધું, પણ… દોરા, ધાગા, માનતા, દવા, દુઆ બધું જ કર્યું પણ હાલતમાં કોઈ સુધારો નહીં. એ ગોઝારી ઘટના જ્યારે નજર સામે તરવરે ત્યારે મારી આંખોમાંથી અશ્રુધારા વહે પણ એને જોવાવાળુ..? દસ વરસ પહેલા ચર્ચમાં […]
ધરબાયેલું — સ્વાતિ શાહ જાનકી હોમવર્ક કરાવતા અનિકાને લડતા બોલી, “તું હવે લખવામાં બહુ ભૂલો કરે છે, હું એકની એક વાત કેટલીવાર સમજાવું? હવે સમજે છે કે લગાવું એક થપ્પડ! મને લાગે છે કે હવે તું સજા વગર ઠેકાણે નહી પડે.” બાજુની રૂમમાં માળા ગણતા કેશુ ગંભીર […]
યાદ — રીતુ મહેતા નિલયની ઑફિસની ફાઇલો ગોઠવીને તૈયાર કરવી, પોતાના પ્રોજેક્ટ અસાઇનમેન્ટ્સ સબમીટ કરવા, ગુરખાને પૈસા ચૂકવવા, કચરાપેટી ખાલી કરવી. તે રોજ રાત્રે પોતાના માટે બદામ પલાળવા સિવાય ક્યારેય કશું જ ના ભૂલી.
પરંપરા — પ્રિતિ ભટ્ટ “વાસુ ઓ વાસુ!” “હા મા,” “સાંભળ દીકરા, તું હવે બાર વર્ષનો થઈ ગયો. કાલથી તારા બાપુ સાથે ભઠ્ઠે જવા માંડજે.” “ભઠ્ઠે? અરેરે.. હું પાદરે શાળા છે ત્યાં ભણવા જવાનો છું. માસ્તરજી કહેતા હતા કે, દાખલો થઈ જશે.” “ના; સાત ચોપડી ભણ્યો એ બઉં થયું. હવે બાપુ […]
ભગવાનનો કાગળ – શૈલેષ પંડ્યા વિરાભાઈ રાજગોર, ગામના ગોરબાપા, ટપાલોના થોકડા કાઢી, ગોઠવવા જાય ત્યાં જ એની નજર એક વિચિત્ર સરમાનામા વાળા કાગળ પર પડતા જ પત્ર ખુલ્યો. To, ભગવાન, સ્વર્ગ. ભગવાન, તને માલૂમ થાય કે મારી મા ખૂબ બીમાર છે, ઘરમાં નથી ખાવાના કે નથી દવાખાનાના પૈસા. તું થોડા […]
આર્યુવેદ – જગદીશ કરંગીયા ‘આર્યુવેદ એ જ સર્વરોગોનો ઉપચાર’ એ વિષય ઉપર અદ્ભુત ભાષણ આપીને બહાર નીકળતા આર્યુવેદ વિશ્વવિદ્યાલયના કુલપતિએ માથાના દુઃખાવાથી રાહત મેળવવા તરત જ ‘મેટાસીન’ ગટગટાવી.
સમદુખિયા – પરેશ ગોધાસરા હાંફતુ હાંફતુ ચાલ્યું આવતું રાતું કૂતરું ચોક વચ્ચે ઊભું રહ્યું, એંઠવાડની ખાલી કુંડી તપાસતા તપાસતાં એણે આજુબાજુના ઘર તરફ નજર કરી. અચાનક મેઈન બજાર તરફની શેરીમાંના એક ઘરમાંથી રોટલીનો ઘા થયો. આંખમા ચમત્કાર સાથે, દોડતાં દોડતાં રાતડું એ તરફ પહોંચ્યું. રોટલી લેવા મોં લંબાવ્યુ જ કે […]
કાપલી – વિપ્લવ ધંધૂકીયા પરમાર સાહેબ હાથમાં રાખેલી ચાર્જશીટ વાંચતા બોલ્યા. નામ – પિયુષ પૂજાણી ઉંમર – ૧૩ ગુનો – વિશ્વનાથ શર્માનું ખૂન “લાગે છે તો સારા ઘરનો, છોકરા તે ખૂન કર્યું છે?” પરમાર સાહેબે ઠંડા કલેજે સામે બેઠેલા પિયુષને પૂછ્યું. “હાં” એટલો જ અવાજ આવ્યો. સામેથી સીધો જવાબ આવતા […]
ન્યાય – અંકુર બેંકર સફેદ દીવાલોની વચ્ચે, સફેદ છત અને સફેદ પંખા નીચે, સફેદ પલંગની સફેદ ચાદર પર સૂતેલા અને સફેદ પડી ગયેલા લગભગ નિશ્ચેતન શરીરની ઊંડી ઊતરી ગયેલી સફેદ આંખો આજે ફરીથી ટીવી પર પોતાને જોઈ લાલ થઈને પછી ભીની થઈ ગઈ. નર્સે હૂંફાળો હાથ રૂપાના કપાળ પર ફેરવી એના […]
છેલ્લી વસ્તુ – મહમદી વોરા “આજે પણ આ શર્ટ નવું જ લાગે છે, કેટલું બધું ધ્યાન રાખે છે તુ આનું?” “અરે, ખાલી શર્ટ જ નહીં તે આપેલી બધી વસ્તુઓ આજે પણ નવી જેવી જ છે.” “પણ આ બુટ નવા લેને, શું પહેરીશ નવી નોકરી પર?” “ક્યાંથી લઉં? તે આપેલા પંદર […]
“શું વાત છે મોમ, આખિર ઇસ નિખરે નિખારકા રાઝ ક્યા હૈ?” યુક્તાના ઉતાવળા આલિંગનથી બેધ્યાન બિલ્વા થોડી ઝંખવાણી પડી ગઈ. હાથમાંથી છટકતાં રહી ગયેલી પ્લેટ ઝીલતાં “બાય મોમ”નો જવાબ આપી એણે જાતને સ્વસ્થ કરવાનો પ્રયાસ કર્યો. “નાઇસ ડે બેટા” એમ યંત્રવત બોલીને બેડરૂમ તરફ ધસમસી. વેરવિખેર રૂમમાં શાર્દૂલ સફેદ શર્ટ […]