ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

સૂરજ આથમવાનું નામ નહોતો લેતો.

નવી સવાર -ઝીલ ગઢવી

 

હું આજે પથારીમાંથી ઉઠતાવેંત ખુશ હતો.

“અરે વાહ… આજે તો કૈંક અલગ જ મૂડ… મારા નામની બૂમો પણ નહિ…” પત્નીએ મારો બદલાવ પકડ્યો.

“ભાગ્યવાન… આગળ હજુ વધુ ખુશીઓ આવવાની છે.”

મેં મારું નિયમિત કાર્ય પતાવ્યું. ઓફીસે વિદાય આપવા એ ઘરના ઓટલા સુધી આવી.

“આ શું… બધા ઘર એક સરખા!” એ અવાચક થઈ જોતી રહી.

 

* * *

“ટીંગ… ટોંગ…”

જેવું બારણું ખુલ્યું કે ત્યાં પણ અજાયબી. અમારા ઘર જેવી જ વસ્તુઓ! પાડોશીબેને સ્મિત સાથે આવકારી.

“હું એ પૂછવા આવી હતી કે તમારા ઘરે ટીવી કે રેડિયો પર પ્રોગ્રામ આવી રહ્યા છે?” એમણે જવાબમાં ના ભણી. આખો દિવસ વિચારતી બેસી રહી.

 

* * *

 

“અરે… તમે આવ્યા… કંઈ સમજાતું નથી… ના પંખીઓનો કલરવ કે પછી કોઈપણ અવાજ…”

મેં એને રાતનાં સપનામાં પ્રભુ પાસે માંગેલ વરદાનની વાત કરી.

“આવું તો મંગાતું હશે…? આજે રાતના પ્રભુને કહેજો પહેલાં જેવું કરી આપે… નહીંતર કાયમી અબોલા!”

ઘડિયાળમાં દસ વાગી ગયા હતા. સૂરજ આથમવાનું નામ નહોતો લેતો.

હું આકાશમાં જોઈ બોલ્યો,”હવે રાત પણ નહિ પડે.”

Leave a comment

Your email address will not be published.