ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

એક ચીપિયા જેવા હથિયારે મને પકડી હવામાં ઊંચો કર્યો.

વેર – અનુજ સોલંકી

 

“અરે બાપ રે! પછી શું થયું પપ્પા?”

“પછી તો જે દિશામાં ગયો ત્યાં મોટા મોટા અવરોધો સામે ભટકાતા રહ્યા, પણ મેં હિંમત ન હારી; દોડધામ ચાલું જ રાખી ને અચાનક….”

“અચાનક શું પપ્પા?” દીકરો અધ્ધર શ્વાસે બોલી ઊઠયો.

“અચાનક… મારી ચારે બાજુ અંધારું ફેલાઈ ગયું ને એક ચીપિયા જેવા હથિયારે મને પકડી હવામાં ઊંચો કર્યો. પણ ત્યાં એકદમ કોઈ ગર્જના થઈ અને ચીપિયાએ મને હવામાં જ ફંગોળી નીચે નાખ્યો…” મંકોડાએ તેનો એક તૂટેલો પગ બતાવ્યો.  “જો, આ એનું જ પરિણામ છે બેટા. માનવની બે ઘડીની રમતમાં મારી આ હાલત થઈ…” ને દીકરાએ બાપનું વેર વાળવા પોતાનાં આગળના  ચીપિયા જેવા ડંખનો ટંકાર કર્યો.

ડીમલાઈટના અજવાળે તેણે પુસ્તક બાજુ પર મૂક્યું

ડીમલાઇટ      –      અનુજ સોલંકી રાજકુમાર સિદ્ધાર્થે ફરી પ્રશ્ન કર્યો, “છન્ન, આ કોણ છે જે ખૂણામાં તરફડી રહ્યો છે?” પલટાતા પાના સાથે વિરાજ […]

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: