ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ઘર તેમ જ હોસ્પિટલ વચ્ચે તેની જિંદગી યંત્રવત બની ગઈ હતી

હાશકારો – કિરણ પિયુષ શાહ

ઘર તેમ જ હોસ્પિટલ વચ્ચે તેની જિંદગી યંત્રવત બની ગઈ હતી. સવારથી રાત સુધીની હોસ્પિટલની ડયુટી તેના જીવનનો ભાગ જ જાણે. રોજ જતાં આવતાં કૂતરાને દૂધ બિસ્કીટ આપવા… વરસોથી આ તેનો નિયમ.

એમાંય પતિના એકસીડન્ટ પછી તેની જિંદગી વોર્ડ પુરતી સીમિત બની ગઈ. હા, તેના પતિ છેલ્લા પાંચ વર્ષથી કોમામાં હતા… ધીરે ધીરે ઘરના આશા છોડી દૂર થઈ ગયા…

આજેય નિયમ મુજબ દૂધ બિસ્કીટ આપવા જતી હતી ત્યાં તેને જોઈ હોસ્પિટલની બહાર ઊભેલું કૂતરું જોરથી રડ્યું. એ સાંભળી તેને હાશકારો થયો. ધીમી ચાલ તેજ બની. એ વોર્ડમાં જવા ભાગી!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: