ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

એક ફૂંકની શોધમાં રાખના ઢગલામાં સંતાયેલા અંગારા…

પડછાયો – રેખા સોલંકી

 

રાત્રિના અંધારામાં સુમનને ત્રણ પડછાયા દેખાયા. એક ઉંચો જે બંગલાના કોટ બહાર વિસ્તારતો હતો. બીજો અંદરનાં ગ્રાઉન્ડની દિવાલમાં સમેટાઈને ઉભો હતો. ત્રીજો એનાં પગતળેનાં અજવાળામાં છુપાતો બેઠો હતો. સુમન વિચારવા લાગી,”આમાં મારો સાચો પડછાયો કયો?”

 

પોતાનું ભાષણ પુરું કરતાં એ બોલી,”સુમન, દરેક સ્વતંત્ર સ્ત્રીનાં બે પડછાયા હોય છે. એક ફૂંકની શોધમાં રાખના ઢગલામાં સંતાયેલા અંગારા જેમ ઢબૂરાઈને પડેલા હોય છે.”

 

તાળીઓના ગડગડાટ સાથે એની તંદ્રા તૂટી. હજારો વિદ્યાર્થીનીઓને સંબોધતી એ કયાંક ખોવાઈ ગઈ હતી. નારી સ્વાતંત્ર્ય પર બોલતાં બોલતાં અચાનક ગળે ડૂમો બાઝી ગયો.

સવાર સવારમાં ઘરમાં થયેલી માનહાનિ યાદ આવી સાથે જ દુઝતા ઘામાંથી લોહી નીંગળવા લાગ્યું. મેકઅપના થપેડાં નીચે ઢંકાયેલી પાંચ આંગળાની છાપ સ્ત્રી સ્વાતંત્ર્ય પર ધગધગતા અંગારા ચંપાયાની યાદ અપાવી ગઈ. ડિવૉર્સના આખરી નિર્ણય સાથે સ્વતંત્રતા પર મહોર લગાવી અને એ સાથે જ બંગલાની બહાર વિસ્તરેલાં કદાવર પડછાયાએ પગતળે દટાયેલાં ટબૂકડાં પડછાયાને હરાવી દીધો.

 

Leave a comment

Your email address will not be published.

3 thoughts on “એક ફૂંકની શોધમાં રાખના ઢગલામાં સંતાયેલા અંગારા…”