ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

નવલી નવોઢા આ બાળકી ક્યાંક જોયાનું યાદ આવ્યું

સાક્ષાત્કાર – મહાકાન્ત જોશી

 

સુંદર મુખાકૃતિ, અણિયાળું નાક, લિપસ્ટિક મઢ્યા હોઠ, લાંબી અને જોતાં પરાણેય પ્રેમ જગાડે એવી આંખોવાળી એ મારી નજીક આવીને ઉભી રહી. બસમાં ખાસ્સી ભીડ હતી. મેં મારી સીટમાં એને બેસાડી. નવલી નવોઢા આ બાળકી ક્યાંક જોયાનું યાદ આવ્યું.

મેં આંખો મીંચીને એ યાદને શોધવા માંડી. ત્યાં તો રત્નાભાઇની રમલીનો ચહેરો દેખાયો. હા, એવો જ નાક નકશો અને મોં પણ એના જેવું જ. અને એ રમલીને પણ આટલી ઉંમરે જ પરણાવેલી. પ…ણ..એની પહેલી જ સુવાવડમાં… શું આ પણ… મેં પરાણે આંખો ખોલી નાખી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *