ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું!

એવોર્ડ વિજેતા – મણિલાલ વણકર

“રમેશભાઇ, ઘેર છો ને?”

“હા કોણ? આવો.”

બિપિનભાઈ ટપાલી ઘરની અંદર આવ્યો, એક કવર આપ્યું અને રજિસ્ટરમાં સહી લીધી.

ટપાલીના ગયા પછી તેમણે કવર ખોલ્યું. રાષ્ટ્રપતિ ભવન તરફથી હતું. તેમણે વાંચવાનું શરૂ કર્યુ. વાંચતાં વાંચતાં વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું! એમને અચાનક સાંભર્યુ કે આ..

તેમની આંખો વરસી પડી. તેમણે ફરીથી દરેક વાક્ય વાંચ્યું, સ્વગત બોલ્યા; “આખરે સત્યની જ જીત થઈ.”

તેમણે મન મક્કમ કરીને તે કાર્યક્રમમાં જવાનું નક્કી કર્યું. બરાબર અગિયારમી તારીખે દિલ્લી પહોંચ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમ હતો. તેમને પોતાના જીવનકાળ દરમિયાન વિજ્ઞાનક્ષેત્રે કરેલી શોધ અને તેમાંય મંગળયાન પ્રોજેક્ટની કામગીરીમાં તેમની ખાસ થિયરી માટે ‘ભારતરત્ન’ એનાયત થવાનો હતો.

તેમના નામની જાહેરાત થઈ. તેઓ ઉભા થઇને સ્ટેજ પર ગયા, અને એવોર્ડ લેવાની સવિનય ના પાડી. રાષ્ટ્રપતિએ આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તે રડી પડ્યા.. આખરે સ્વસ્થ થઇને તેઓ બોલ્યા; “આ પ્રોજેક્ટની થિયરી મારી નથી..”

Leave a comment

Your email address will not be published.

One thought on “વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું!”