સજા – જીજ્ઞેશ કાનાબાર
શ્રીમાન પારકર,
એક સજા ભોગવેલ ગુનેગાર પર વિશ્વાસ કરી અને વગર ઓળખાણ આ ઘર ભાડે આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર… આપના પત્ની અને પુત્રના આકસ્મિક મૃત્યુ તથા આપની નાદુરસ્ત તબિયત વિશે જાણી દુ:ખ થયું. એક્લતાની વેદનાનો હું પણ અનુભવ કરી રહ્યો છું, જીવન જાણે એક સજા બની જાય છે અને આ જગત એક કેદખાનું. આપણા ઘરની સાફ સફાઈ કરતાં જર્જરિત અવસ્થામાં પતરાની એક પેટી મળી છે.. એક અંદાજથી એ ભુલાઈ ગઈ હશે એવું અનુભવ્યું.
માફ કરજો.. પરંતુ, ઉત્સુકતાવશ એ તપાસતાં એટલું સમજાયું કે એ “યાદોની પેટી” છે.
તેમાં રહેલાં આપનાં અમુક અંગત પત્રો, દાક્તરી અને કાયદાકીય તપાસનાં કાગળોએ એ પણ સમજ આપી કે આ પેટી અહિં ભૂલાઈ નથી.
આ સાથે આ પેટી આપને પરત મોકલી રહ્યો છું. આ યાદોને સાચવવી મારા માટે અશક્ય છે.
માર્થા અને પીટરના મૃત્યુને લીધે આપના જીવનમાં સર્જાયેલ શૂન્યાવકાશ અહીં પણ અનુભવાય છે. આપને મળેલી આ સજા મેં ભોગવેલી પંદર વરસની કાયદાકીય સજા કરતાં વધુ યાતના ભરી છે..
આપને મળેલી આ સજા ભોગવવામાં મને પણ સહભાગી બનાવો એવી પ્રાર્થના સહ..
– ડેવિડ
(ઓનર ઓફ બ્લેક ફિયાટ એન.વાય- ૨૪૬ – યર – ૧૯૮૦)
3 thoughts on “ઉત્સુકતાવશ એ તપાસતાં એટલું સમજાયું કે એ “યાદોની પેટી” છે”
Eklata ni saja MA pan maja manvi a manushyani advitiy kala chhe
વાહ… જીગુભાઈ
મને આ ગ્રુપ કેટલું મોડું મળ્યું! મેં કેટલું બધું ગુમાવ્યું!
હું કેટલું બધું મેળવીશ!