ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

એ ઝમકુ, જલ્દી ચાલ. વરસાદ ચાલુ થઈ ગયો છે

 રેઈનકોટ – મયુરિકા લેઉવા-બેંકર

“એ ઝમકુ, જલ્દી ચાલ. વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે બહુ છેટે જવાનું છે.” પોતાના ગામથી દૂર ઊંડા જંગલમાં આવેલી બે આદિવાસી બહેનો પૈકી મોટી કાળીએ નાનીને કહ્યું.
હજુ અઠવાડિયા પહેલા નિશાળમાંથી આપવામાં આવેલા રેઈનકોટ પહેરી બંને ઉતાવળા પગલે ચાલવા લાગી.
“એ કાળી, આ પા જો. આ વાછરડી એના ધણમાંથી ભૂલી પડી ગઈ લાગે છે. ક્યારની પલળતી લાગે છે. સૂન્ન થઈ ગઈ છે.”
“હોવે” એકબીજાની સામે જોઈને બેઉએ પોતાના રેઈનકોટ કાઢી વાછરડીને પહેરાવી દીધા અને પ્રેમથી હાથ પસવારી પોતાની વાટ પકડી આગળ જવા લાગી.
કડડડ… વાદળોએ ગર્જના કરી ને ધોધમાર ઝાપટું પડ્યું. બેય બહેનો પલળી ગઈ અને ભયમિશ્રિત ઠંડીથી થથરવા લાગી અને માથે વાંસની છાજલી ધરી સૂન્ન થઈ ઊભી રહી ગઈ.
એટલામાં પાછળથી જંગલખાતાની હોય એવી એક જીપ આવતી દેખાઈ અને છોકરીઓની નજીક આવી ધીમી પડી ગઈ. પોતાના રેઈનકોટ જેવા પ્લાસ્ટિકથી ચસોચસ બાંધેલી જીપ જોઈને એમને વાછરડીઓ યાદ આવી ગઈ. આશાભરી આંખોએ તેમણે જીપ તરફ જોયું ત્યાં તો જીપમાંથી એક ખરબચડો હાથ બહાર લંબાયો

Leave a comment

Your email address will not be published.