ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મારો સમીર બોર્ડમાં નંબર લાવશે! એના જેટલા ટકા કોઈ લાવી જ શકે નહિ.

સમીર – આરતી સોની (રુહાના)

દસમાંના બોર્ડનું રિઝલ્ટ હતું. મિતેષ સવારથી ભારે હ્રદયે ઊઠ્યો.. દસ વાગવાની રાહ જોઈ કોમ્પ્યુટર સામે બેસી ગયો.. આજે એના જીવનનો વળાંક નક્કી થવાનો હતો.. એમાંયે સમીર કરતાં વધારે ટકા લાવી વટ મારવાનો હતો. સતિષસર વખાણ કરી થાકતાં નહોતાં.”મારો સમીર બોર્ડમાં નંબર લાવશે! એના જેટલા ટકા કોઈ લાવી જ શકે નહિ.”
મિતેષ બહુ રોષે ભરાતો, નકકી કર્યુ,’ગમેતેમ સમીર કરતાં વધારે ટકાવારીથી ઉત્તિર્ણ થવું.’
ત્યાંજ કોમ્પ્યુટરની સ્ક્રીન ઝળકી. પોતાનો નંબર નાખતાં રિઝલ્ટ સામે હતું. દરેક વિષયમાં નેવુંથી ઉપર માર્કસ.. પરંતુ મેથ્સ- સાયન્સમાં માર્કસ જોઈ એક ધબકાર ચૂકી ગયો.. સોમાંથી નવ્વાણું..!
‘સમીરનું શું રિઝલ્ટ આવ્યું હશે? વખાણ તો બહુ કરતાં હતાં સર!’
પ્રિન્ટ કાઢી મારતે ઘોડે એક્ટિવા લઈ મિતેષ સરના ઘરે પહોંચ્યો.
શાબાશી આપતાં કહ્યું,“ગયા વર્ષે રિસેસ પછી દાદરા ચઢતાં ત્રીજા પગથિયેથી મારો પગ ખસ્યો, પણ તેં મને પાછળથી મજબૂત પકડ સાથે હાથ પકડી બચાવ્યો એ જ દિવસે નક્કી કર્યું હતું કે, સમીરને નામે પોણો ચઢાવી, એક્સ્ટ્રા ભણાવી સાયન્સ લાઈન લેવા જેટલો કાબેલ બનાવવો. પડી ગયો હોત તો! બે મહિનાનો ખાટલો આવત, રજાઓ પડત અને પગાર કપાતો એ વધારાનું..”
“સર, સમીરનું શું રિઝલ્ટ આવ્યું?”
ત્યાં જ એની નજર હાર લટકતાં ફોટા પર પડી..
“સમીર એક વર્ષનો હતો ત્યારથી એની નાનીને ઘરે રહેતો હતો. આ વર્ષે એ પણ દસમાંની પરીક્ષા આપવાનો હતો, પરંતુ ગયા વર્ષે કમળામાંથી કમળી થઈ જતાં..” કહેતાં ડૂમો ભરાઈ ગયો.
મિતેષ ગેરત પામી ચકિત રહી ગયો..

Leave a Reply to latakanuga Cancel reply

Your email address will not be published.

2 thoughts on “મારો સમીર બોર્ડમાં નંબર લાવશે! એના જેટલા ટકા કોઈ લાવી જ શકે નહિ.”