ઓકે – સમીક્ષા ઠૂંમ્મર દરવાજો ખોલીને તૃપ્ત ઘરમાં આવ્યો. એણે ચાવીને ટીપૉય પર ફંગોળી અને સોફામાં પડતું મૂક્યું. આજનો દિવસ ખૂબ હેક્ટીક રહ્યો. થાકીને ચૂર થઈ જવાયું હતું. એણે મોબાઇલ હાથમાં લીધો. નવસો મેસેજ! આખો દિવસ વૉટ્સ ઍપના મેસેજ જોવાનોય સમય મળ્યો નહોતો. કંટાળીને એણે બધાને ‘ઓકે’નો મેસેજ ફોરવર્ડ કરી […]
Monthly Archives: July 2018
સરોગસી – સરલા સુતરિયા અગાશીએ ઊભીને સંધ્યાના રંગોમાં આશકાની સૂરત નિહાળી રહેલા પ્રિયંકનું મન અજબ વિષાદમાં અટવાયું હતું. આશકાને એણે ખૂબ સમજાવેલી પણ આશકા એકની બે ન થઈ. કારમી ગરીબાઈ જોઈ ચૂકેલી આશકા આ મોકો છોડવા નહોતી ઇચ્છતી. પૂરા પાંચ લાખ રૂપિયા મળવાના હતા એને ને વર્ષોવર્ષ દીકરીના અભ્યાસની ફી […]
નીંદણ – હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’ જીવીએ ચૂલો ઠાર્યો, પેટની ભૂખ તો ભાંગી. દરરોજ રાત્રે ઓરડામાં પ્રવેશતી ત્યારે એને જીવા સાથે જીવ મળ્યાનો પહેલો દિવસ ને પહેલી રાત યાદ આવતાં. જીવો દીવાની શગ સંકોરતો ને જીવી નામનું અજવાળું એને અજવાળતું. જીવીને જીવાની બખ્તર જેવી છાતી પર માથું મૂકી સુવું ગમતું. જીવાનો […]
દેવી – શૈલેષ પરમાર “પ્રભુ હવે એનું શરીર થાક્યું છે. એ પાંચ વર્ષની હતી ત્યારથી આ સિવાય બીજી કોઈ દુનિયા એણે જોઈ નથી. શું એ સાધારણ જીવનની હકદાર નથી? એની શક્તિઓ પાછી લઈ લે કાન્હા! એને આવી હાલતમાં જોવાની હવે હિમ્મત નથી રહી…” કહેતા હું કૃષ્ણની મૂર્તિ સામે બેસી રડી પડ્યો. […]
રૂમમેટ્સ – એંજલ ધોળકીયા ખુલ્લી બારીમાંથી આવતો ઠંડો પવન રાગીણીની લટને કપાળ પર ઝૂલાવતો હતો… ત્રિકોણાકારે ગોઠવાયેલી ત્રણ કાળી ટપકીઓથી સજાવેલી એની ચિબુક ઘૂંટણ પર ટેકવી, ઝુકેલી આંખોએ એ ચુંદડીના મોતી સાથે રમતી બેઠી હતી… દરવાજાની ધાર નીચેથી આવતા અજવાળાના એક મોટ્ટા લીસોટાના ત્રણ ભાગ પડ્યા, “કોઈ દરવાજા પાસે ઉભું છે!” કાજળ […]
છેલ્લો રસ્તો – કલ્પેશ જયસ્વાલ આનંદની નિરાશા એના ધીમા પડતા પગલામાં વર્તાતી હતી. એ પગથિયાં ચડીને બિલ્ડિંગની છત પર આવ્યો, ચોતરફ અંધકાર હતો. બિલ્ડિંગની પાળી પાસે જઈને એને ૩૦ મંઝિલ નીચે નજર ફેંકી. એના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ ગયું, નીચે પસાર થતા વાહનોની જેમ.. એણે પાળી પર ચઢીને […]
કોમ્પ્રોમાઇઝ – નિમિષ વોરા “માત્ર ટેલેન્ટથી કશું નહીં થાય… કોમ્પ્રોમાઈઝ કરશે?” લોલુપ નજર બોલી રહી. “જી, ટોચ પર પહોંચવા કાંઈ પણ…” “ઠીક છે… બાજુના રૂમમાં જા, આવું છું…” ફૂલ્લી એસી રૂમ વચ્ચે વિશાળ હ્રદય આકાર ધરાવતું ડબલબેડ. તે ડબલબેડ પર બેઠી… ત્યાં જ દરવાજાના મિજાગરાનો અવાજ આવતાં એના શરીરમાંથી એક […]
નવી સવાર -ઝીલ ગઢવી હું આજે પથારીમાંથી ઉઠતાવેંત ખુશ હતો. “અરે વાહ… આજે તો કૈંક અલગ જ મૂડ… મારા નામની બૂમો પણ નહિ…” પત્નીએ મારો બદલાવ પકડ્યો. “ભાગ્યવાન… આગળ હજુ વધુ ખુશીઓ આવવાની છે.” મેં મારું નિયમિત કાર્ય પતાવ્યું. ઓફીસે વિદાય આપવા એ ઘરના ઓટલા સુધી આવી. “આ શું… બધા ઘર […]
વેર – અનુજ સોલંકી “અરે બાપ રે! પછી શું થયું પપ્પા?” “પછી તો જે દિશામાં ગયો ત્યાં મોટા મોટા અવરોધો સામે ભટકાતા રહ્યા, પણ મેં હિંમત ન હારી; દોડધામ ચાલું જ રાખી ને અચાનક….” “અચાનક શું પપ્પા?” દીકરો અધ્ધર શ્વાસે બોલી ઊઠયો. “અચાનક… મારી ચારે બાજુ અંધારું ફેલાઈ ગયું ને […]
હાશકારો – કિરણ પિયુષ શાહ ઘર તેમ જ હોસ્પિટલ વચ્ચે તેની જિંદગી યંત્રવત બની ગઈ હતી. સવારથી રાત સુધીની હોસ્પિટલની ડયુટી તેના જીવનનો ભાગ જ જાણે. રોજ જતાં આવતાં કૂતરાને દૂધ બિસ્કીટ આપવા… વરસોથી આ તેનો નિયમ. એમાંય પતિના એકસીડન્ટ પછી તેની જિંદગી વોર્ડ પુરતી સીમિત બની ગઈ. હા, તેના […]
ટેક – ભારતીબેન ગોહિલ સત્યેન….તમને અવારનવાર ચાંદનીમાં લટાર મારતા જોઉં છું. લોકો પ્રકાશના પૂજારી હોય છે તમે તો અંધારાના ભક્ત! રાત થાય ને તમારા માટે સૂરજ ઊગે! એમાંયે પાણીમાં પડતાં ચંદ્રકિરણો જોતાં કલાકો સુધી બેઠા રહો. પત્નીના નાતે ઈર્ષાભાવ જાગે. પણ મને યાદ છે તમે કહેલું,”દિવ્યા! જળના વિવિધ પડછાયામાં મને […]
પડછાયો – રેખા સોલંકી રાત્રિના અંધારામાં સુમનને ત્રણ પડછાયા દેખાયા. એક ઉંચો જે બંગલાના કોટ બહાર વિસ્તારતો હતો. બીજો અંદરનાં ગ્રાઉન્ડની દિવાલમાં સમેટાઈને ઉભો હતો. ત્રીજો એનાં પગતળેનાં અજવાળામાં છુપાતો બેઠો હતો. સુમન વિચારવા લાગી,”આમાં મારો સાચો પડછાયો કયો?” પોતાનું ભાષણ પુરું કરતાં એ બોલી,”સુમન, દરેક સ્વતંત્ર સ્ત્રીનાં બે પડછાયા […]
ભાઈબંધી – અતુલ ભટ્ટ તેની માંજરી આંખોમાં તોફાની ચટાપટા ચકળવકળ થતાં હતાં. આગળના બે પગ દબાવી લાલિયાની લીસી પીઠ પર કુદીને હુમલો કરવાને તે તૈયાર બેઠી હતી, ને લાલિયો બિચારો ગરમીથી ત્રસ્ત હાંફતો આકળવિકળ હાલતમાં ભીંજાયેલા શણનાં ટાટિયા પર તેનાં શરીરને અમળાવતો ઉંઘવાની વ્યર્થ કોશિષ કરતો હતો. મંગુ ડોશીનાં […]
સાક્ષાત્કાર – મહાકાન્ત જોશી સુંદર મુખાકૃતિ, અણિયાળું નાક, લિપસ્ટિક મઢ્યા હોઠ, લાંબી અને જોતાં પરાણેય પ્રેમ જગાડે એવી આંખોવાળી એ મારી નજીક આવીને ઉભી રહી. બસમાં ખાસ્સી ભીડ હતી. મેં મારી સીટમાં એને બેસાડી. નવલી નવોઢા આ બાળકી ક્યાંક જોયાનું યાદ આવ્યું. મેં આંખો મીંચીને એ યાદને શોધવા માંડી. […]
મેરી(!) ક્રિસમસ – પાર્મી દેસાઈ માધવે ઘરમાં પગ મૂક્યો અને એની પત્ની બરાડી, “તને કી’ધું નહોતું… આજે ઘરમાં એક ફૂટી કોડીય નથી, ભૂખથી રડતા છોકરાં તારી રાહ જોતા જોતા સૂઈ ગયા…” “…મને યાદ તો હતું, પણ શેઠે આવવા ન દીધો.. ઉપરથી એવુંય કી’ધું કે હજી પાંચ દિવસ આટલું જ […]
હેપ્પી બર્થ ડે – સુષમા શેઠ દસ સળગતી મીણબત્તીઓ પર ફૂંકને બદલે થૂંક વધુ ઊડી. હાથ પકડીને વિકલાંગ દીકરાને મમ્મી-ડેડીએ કેક કપાવડાવી. “આજે માલો હેપ્પી બડે છે. હું બવ હેપી છું પન માલા બર્થથી તમે નોટ હેપી હને મમ્મી-ડેડી?” ગૂઢ અર્થસભર છ આંખો મળી. અસંતુલિત હાથને પરાણે સ્થિર કરી વિસ્ફારિત […]
હું આવીશ – સંકેત વર્મા “હું આવીશ!” તરસીને ચૂર થઈ ગયેલી ધરતીના કાનમાં એના શબ્દો ગુંજવા લાગ્યા. બૅડરૂમની સોનેરી ચાદર પર પડેલી સળો જોઈને એની અંદર ઊઠેલી તપિશ તેજ થઈ ગઈ. આકાશમાં ઘેરાયેલું કાળું વાદળ જરા દૂર હતું. ઠંડો પવન ફૂંકાયો અને કાન પાછળ વ્યવસ્થિત ખોસેલી લટ એની આંખો પર […]
વાંઝણી – આલોક ચટ્ટ લગ્નજીવનને બાર વરસ થવા છતાં શરીર બેડોળ થવાની તેમજ બાળકનાં ઉછેરની જવાબદારી માથે પડવાની બીક હોવાથી, પતિ અને સાસુની વારંવાર વિનવણી છતાં ગર્ભ ધારણ કરવાનું ટાળતી આજની મોર્ડન વહુ બરખા કીટીપાર્ટીમાં જવા માટે બહાર નીકળતી હતી, ત્યાં પડોશમાં રહેતાં માલતી કાકીએ બરાડીને પૂછ્યું. “બરખા, પેલી […]
હેલ્પ – યામિની પટેલ બચાવો.. બચાવો.. નાનકડા હાથ રોજની જેમ બારણું ઠોકી રહ્યા હતા. બારણું ખુલ્લું જ હતું. એણે ધીરેથી બારણું ખોલ્યું અને સૂરજના પ્રકાશથી એની આંખો અંજાઈ ગઈ. રાત્રે કદાચ… ના.. ના.. અંકલ આવશે. દારૂની વાસ.. આંખો ખેંચતી એ ટેરેસ પર આવી. બીજું એકમાત્ર બારણું બંધ હતું. એણે નીચે […]
એવોર્ડ વિજેતા – મણિલાલ વણકર “રમેશભાઇ, ઘેર છો ને?” “હા કોણ? આવો.” બિપિનભાઈ ટપાલી ઘરની અંદર આવ્યો, એક કવર આપ્યું અને રજિસ્ટરમાં સહી લીધી. ટપાલીના ગયા પછી તેમણે કવર ખોલ્યું. રાષ્ટ્રપતિ ભવન તરફથી હતું. તેમણે વાંચવાનું શરૂ કર્યુ. વાંચતાં વાંચતાં વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું! […]
‘પોસ્ટઓફિસ’ વાર્તાના આપણા સૌના પ્રિય એવા વડીલ અલીડોસાને માઈક્રોફિક્શન વિશે કંંઈક કહેવુંં છે.. તો સુધારાવાદી આત્મીય પરમ શ્રદ્ધેય ૧૦૦૫ શ્રી ભદ્રંંભદ્ર પણ માઈક્રોસર્જન પુસ્તક વિશે કંઈક કહેવા માંગે છે.. ગીરથી સાંસાઈ પણ એક સરસ સંંદેશો લઈને આવી છે.. (માઈક્રોસર્જન – ૨ પુસ્તક વિમોચન વખતે સ્ટ્રેજપરથી આપણા આ અમર પાત્રોએ માઈક્રોસર્જનને […]
સિંદૂર – વિભાવન મહેતા ચહેરા પર મારકણા સ્મિત સાથે સરલા વૈભવી ગાડીમાંથી ઉતરી. પાડોશમાં જીવીબાએ માર્મિક સ્મિત સાથે સામે ઓટલે બેઠેલા મંગુડોશી સામે જોયું. સરલાએ ઘરમાં દાખલ થઈ સાડીનું પેકેટ પલંગ પર મુક્યું, અરીસા સામે ઉભા રહી ખભા પર સાડીનો પાલવ સરખો કર્યો અને પછી બાજુમાં ટેબલ પર સનતકુમારની ફોટોફ્રેમ […]
સજા – જીજ્ઞેશ કાનાબાર શ્રીમાન પારકર, એક સજા ભોગવેલ ગુનેગાર પર વિશ્વાસ કરી અને વગર ઓળખાણ આ ઘર ભાડે આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર… આપના પત્ની અને પુત્રના આકસ્મિક મૃત્યુ તથા આપની નાદુરસ્ત તબિયત વિશે જાણી દુ:ખ થયું. એક્લતાની વેદનાનો હું પણ અનુભવ કરી રહ્યો છું, જીવન જાણે એક […]
માસૂમ ફી – ધવલ સોની મંજુ તેના દીકરાને લઈને દવાખાને આવી તો ખરી પણ તેના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. સરકારી દવાખાનાની સારવારથી કશો ફરક ના પડ્યો એટલે આજે એણે ખાનગી દવાખાનાનું પગથિયું ચડવુ પડ્યું. પણ દવાખાનાના દિદાર જોઈને જ તેના પેટમાં ફાળ પડી. તેના ખાલી હાથ વારંવાર […]