ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મેં મારી જ જાતને મારી પર ક્રોધ કરતી જોઈ

સમાધાન – શીતલ ગઢવી

“શું જુએ છે? ..તું આટલો હલકો થઈ જઈશ.. મારી સમજ બહાર છે. મેં જ તને બનાવ્યો.. તું કંઇક અલગ બની ગયો!”

સામે મેં મારી જ જાતને મારી પર ક્રોધ કરતી જોઈ.

“હા.. તો.. ક્યાં સુધી સચ્ચાઈ અને અચ્છાઈની પીપુડી વગાડ્યા કરવી.. સારું કર્યા પછી મળે શું? વાહ વાહ.. એનાથી પેટ ન ભરાય.. સમજ્યો..”

ફોનની રિંગ વાગી.. “અશોક આવતીકાલનું પ્રશ્નપત્ર મળ્યું..”

એણે ફોન મૂક્યો અને કોઈ નબળી પળ આવીને વિચાર બદલી જાય એ પહેલા ચાલતી પકડી.. જો કે છાતીમાં કશુંક બટકી ગયું હતું એ એને ખબર પડી તો ખરી જ!

Leave a comment

Your email address will not be published.