૨૦૧૨ની સાલમાં ઝેન ગુરુ રુથ ઓઝીકીને વાંચવાનું સદભાગ્ય મળ્યું હતું.. અને ત્યારે પહેલો પરિચય થયો હતો ઝેન ડ્રેબલ્સનો.. ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની રીત સ્પર્શી ગઇ. ૨૦૧૨ના સપ્ટેમ્બર મહિનામાં પહેલ-વહેલો પ્રયત્ન કર્યો ગુજરાતી ભાષામાં આવી સાવ ઓછા શબ્દોમાં વાર્તા લખવાનો.. કંઇક મજા પડી એટલે પરમ મિત્ર અને માર્ગદર્શક જીજ્ઞેશ અધ્યારૂને તાત્કાલિક ઇ-મેઇલ અને ચાતક નજરે પ્રતિભાવોની રાહ જોવા લાગ્યો.. સાંજે તેમનો ફોન આવ્યો “સરસ.. મજા પડી હાર્દિકભાઇ.. અક્ષરનાદ ઉપર લઉં છું.” બસ ત્યારથી અત્યાર સુધીમાં ૮ ભાગમાં ૧૧૦ માઈક્રોફિક્શન.. અનેકોએ માણી.. આ સમય ગાળામાં વાર્તાના આ પ્રકારને અનેકાનેક અદ્દભૂત લેખકો મળ્યા.. અક્ષરનાદ તરફથી યોજાયેલ માઈક્રોફિક્શન વાર્તા સ્પર્ધાનો જજ બનીને જ્યારે સ્પર્ધકોની વાર્તા વાંચતો ગયો ત્યારે મનમાં થયું કે શું તાકાત છે આ માઈક્રોફિક્શનના જગતની..
Daily Archives: June 27, 2018
આપણી વાંચવાની ટેવ, સર્જનના પ્રકારો અને સાહિત્ય - એ બધુંય એકસાથે ટેકનોલોજીના પ્રભાવ હેઠળ સતત બદલાઈ રહ્યું છે, આપણને જાણ હોય કે ન હોય પણ છેલ્લા પંદર વર્ષમાં ઈ-પુસ્તકો, વેબસાઈટ્સ, મોબાઇલ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયાએ આપણી વાંચનની ટેવમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે, અને એને લીધે લેખનની પ્રક્રિયા પણ ચોક્કસ બદલાવાની જ, સાહિત્યપ્રકારો અને સાહિત્ય સર્જનના માળખામાં પરિવર્તન અવશ્યંભાવી છે.. સર્જનના બદલાવની આ પ્રક્રિયામાં અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વાર્તા પ્રકાર છે ફ્લેશ ફિક્શન કે માઈક્રોફિક્શન.
કોપી પેસ્ટ – લીના વછરાજાની સરફરાઝના હાથનો ઢોરમાર ખાઇને મુમતાઝના ખોળામાં માથું નાખીને ધ્રૂસકે ધ્રૂસકે રડતી ફરજાનાના મારની વેદના મુમતાઝના ચહેરા પર છલકાઈ આવી. “તારા નિકાહ સરફરાઝ સાથે થયા ત્યારે જ મેં કહેલું કે હું પહેલી બેગમ છું એટલે તને જાણ કરું છું કે તારું ને મારું જીવન કોપી પેસ્ટ […]