ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

એ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો પણ જાજરૂ સુધી પહોંચે એ પહેલા

શહીદ – રાજુલ ભાનુશાલી

એ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો પણ જાજરૂ સુધી પહોંચે એ પહેલા જ એનું પેટ છૂટી ગયું.

“સીમમાં જ પડ્યા રે’તા હો તો… જ્યાં આવે બેહી પડવાનું,” પુત્રવધુ તિરસ્કૃત સ્વરે બોલી.

યુદ્ધકૈદી તરીકે દર બીજે દિવસે મીઠુંમરચું ભભરાવેલો બામ્બુ ગુદામાં દાખલ કરવામાં આવતો ત્યારે નહોતી થઈ એટલી પીડા એને આ શબ્દોથી થઈ.

કાશ પોતે શહીદ…

Leave a comment

Your email address will not be published.

One thought on “એ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો પણ જાજરૂ સુધી પહોંચે એ પહેલા”