ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

રણચંડી – મીતલ પટેલ

“મૅડમને શું થઈ જાય છે? જ્યારે પણ કોઈ બળાત્કાર કે મોલેસ્ટેશનનો કેસ આવે રણચંડી બની જાય છે. જજની સજા પહેલા એવી-એવી જગ્યાએ થર્ડ ડિગ્રી આપે, આરોપી પોતાની મા, બહેન કે પત્નીને પણ પકડતા થરથરે.”

કાનાફૂસી સાંભળી ઈન્સપેકટર સંધ્યાની નજરોમાં સોળ વર્ષની પંખે લટકેલી બહેન તરવરી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *