ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

કેમ, ખોવાયેલી લાગે છે. શું થયું?, સ્વીટહાર્ટ.

નિસ્વાર્થ પ્રેમ – હાર્દિક પંડ્યા

“કેમ, ખોવાયેલી લાગે છે. શું થયું?, સ્વીટહાર્ટ.” ને ઉર્વશી સજાગ થઈ.

“ના ડીયર, કાંઈ નહિ બસ એમ જ… તમે હાથ-મોં ધોઈ આવો. હું જમવાનું પીરસું.”

જમવાનું પુરું થયું. ઉર્વશી વાસણ સમેટવા લાગી. એટલામાં એનો મૉબાઇલ રણક્યો. મોહિતે ફોન ઉર્વશીને આપ્યો, “કોઈ મનોજનો ફોન છે.” ઉર્વશી ચોંકી ને ધ્રૂજતા હાથે ફોન લીધો ને કૉલ કાપ્યો. મોહિતને અજુગતુ લાગ્યું પણ કંઈ બોલ્યો નહીં. મનોમન નજર રાખવાનું વિચારી લીધું.

આજે શનિવાર એટલે મોહિત ઘરે હતો. છતાં ઉર્વશી બહાર જવા નીકળી. મોહિતે પીછો કર્યો. ‘ઉર્વશી હોસ્પિટલમાં?’ ઉર્વશીની પાછળ મોહિત પણ ગયો. ઉર્વશી ડૉક્ટરની કેબીનમાં ગઈ. મોહિત બહાર દરવાજે ઉભો રહ્યો.

“મનોજ, કેટલી વાર કહ્યું કે સાંજના સમયે ફોન નહીં કરવાનો, એમને બધી વાતની ખબર પડી જાત તો?”

“તમે બન્ને એકબીજાને ખુબ પ્રેમ કરો છો તો તું આ બધું એને કહી કેમ નથી દેતી..”

“ના” ઉર્વશી ભડકી, “એમને ખબર ન પડવી જોઈએ. નહીં તો એ બધું કામકાજ છોડી મારી પાછળ સમય વ્યર્થ કરશે. મારું મોત તો નક્કી છે. પણ એમનું જીવન બરબાદ નહીં થવા દઉં. એમને મારી બીમારી વિશે મારા મોત પછી જ ખબર પડવી જોઈએ..”

ભાવવિભોર આંખો સહ મોહિત અંદર આવ્યો,

“ઉર્વશી…!”

ઉર્વશી મોહિતને જોઈ અચંબામાં પડી ગઈ. પણ મનોજે રાહતનો શ્વાસ લીધો.

માઇક્રોફિક્શન : અંતે મૂંઝવણથી સ્પષ્ટતા તરફ – સુષમા શેઠ

માઇક્રોફિક્શનમાં અંત બાબતે નિર્દેશ ન હોય તો એ લેખકની ત્રુટી ગણાય. લેખકે સુસજ્જ રહેવું ઘટે કે જેથી વાચક અંત સુધી પહોંચીને અટવાઈ ન જાય! એ વિશે વિગતે વાત કરીએ.

Leave a comment

Your email address will not be published.