ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

માથે સૂરજ ચડી ગયો તોયે રાણીને ખાટલા તોડવા છે.

મુજ વીતી તુજ વિતશે – ગોપાલ ખેતાણી

“પતિ દેવેનકુમાર, સાસુ લલિતા પવાર અને હું નિરુપા રોય.” રમાએ વિચાર્યું.

સાસુની ગર્જના સંભળાઈ, “માથે સૂરજ ચડી ગયો તોયે રાણીને ખાટલા તોડવા છે.”

ગમ ખાઈને કામે ચડી.

* દસ વર્ષ બાદ…

“દીકરો દેવેનકુમાર, વહુ બિંદુ અને હું નિરુપા રોય..” જયાએ ખાટલાંમાં વિચારતા વહુને અવાજ કર્યો, “બેટા, કંઇક ખાવાનું આપીશ?”

“આવડી ઉમરેય પાંચ ટાણા ગરચવા જોઇએ.”

Leave a comment

Your email address will not be published.

One thought on “માથે સૂરજ ચડી ગયો તોયે રાણીને ખાટલા તોડવા છે.”