ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

હલો, હા પપ્પા… મજામાં? તમે દવા લઈ લીધી?

બોલો પપ્પા – હિરલ કોટડીઆ

“હલો, હા પપ્પા… મજામાં? .. અહીં હોસ્ટેલમાં શું વાંધો હોય? … હા જમી લીધું હોં.. તમે દવા લઈ લીધી? … ભૂલ્યા વગર લઈ લેજો હોં… મમ્મી શું કરે છે? …. તમારે પણ જવાય ને મંદીરે..! મમ્મી કહેતી હતી કે કાલે તો તમને બહુ તાવ હતો.. તો વાંધો નહીં.. ના પપ્પા, હમણાં તો કોલેજ ચાલુ છે… પછી આવીશ… ના ના, પૈસાની કાંઈ જરૂર નથી… સારું તો હવે ફોન મૂકું?”

ખબર નહીં કેમ, પણ ઘણું બધું કહેવું હોય તો ય રોજ પપ્પાને આટલું જ કહી શકું છું, ચાર વર્ષ પછી પણ… રોજ આંખ ભીંજાય જાય છે.

Leave a comment

Your email address will not be published.