ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આ ઉંમરે? ના… ન જ હોય.! અને જો આ સાડત્રીસની ઉંમર હોય તોય…

ગડમથલ – પૂર્વી બાબરીયા

પ્રિયા આજે થોડી બેચેન હતી. ચકકર જેવુ કેમ લાગે છે? દિવસો જતા હતા મહિના પર…

‘આ ઉંમરે? ના… ન જ હોય.! અને જો આ સાડત્રીસની ઉંમર હોય તોય ત્રણ ત્રણ! કેવું લાગે? બે બાળકો ટીનએજમાં, ઉપરથી પોતાને ડાયાબીટીસ અને થાઈરોઇડની બિમારી..!

પ્રિયા : આજે ઉલ્ટી જેવું થયુ તો જરા ચેક કરાવી આવું?

પરેશ : તારી મરજી.!”

પ્રિયા : કાલે આવી શકશો સાથે તો ડોકટરની એપોઇમેન્ટ લઉ?

પરેશ : કાલ તો જરાય સમય નથી, બહારથી કલાયન્ટ આવે છે.

નાની દીકરી પ્રિશાની સ્કુલમાં વાર્ષિક પોગ્રામ હતો. પ્રિશાએ ગર્ભમાંની બાળકીનો અભિનય કર્યો. એણે સરસ પરફોર્મન્સ આપ્યું. પ્રિશાએ પ્રથમ ઈનામ મેળળ્યું.

ઘરે આવીને પ્રિયા સોફા પર વિચારવા લાગી.. “મમ્મી તને ગમ્યું ને?” પ્રિશા બોલી.

અને પ્રિયાએ પોતાના પેટ પર હાથ ફેરવ્યો..

Leave a comment

Your email address will not be published.