ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે

સબળા – જલ્પા જૈન

‘એક અંગુઠા વગર ચારેય આંગળી નકામી… બેન.’

‘બસ મારી મચેડીને, મન ફાવે એવુ સમજાવી દીધુ છે સ્ત્રીઓને! ચાર આંગળી નારી અને પુરુષોની અંગુઠા સાથે સરખામણી…’

‘ચાલ છોડ, પણ હવે મારે તો, આ શીખવ્યું છે એમ ફટકારી જ દેજે મોઢે કે… ‘હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..’ તો જ સુધરશે..

‘સાચુ કહું તો રાજી.. તુ મારી હોસ્પિટલમાં આવી જા, રહેજે, સેવા કરજે,  જીવનભરનો ત્રાસ તો છુટશે! પગારની સાથે દર્દીઓની સેવા કરાવાનું પુણ્ય.

રાજી બોલી, ‘વાત તો સાવ સાચી બેન, છૂટી જઉં, પણ મારા આ વૃદ્ધ સાસુ સસરાનું શું થાય? એની સેવા નું શું? પારકાની સેવા કરું એના કરતાં આ વૃદ્ધ લાચાર મા બાપની સેવા કરું એ શું ખોટું?’

‘પણ તારો વર તને દારુ પીને મારઝૂડ કરે તેનુ શું રાજી?’

‘આ તો ઘર નું માણસ કો’ક દિ’ ગુસ્સો ઉતારેય ખરા! ગુસ્સો ઊતરે એટલે એ પણ શાંત ‘ને આપણે પણ શાંત. તમારા ભણેલા સમાજમાં મેણાંટોણાં સાંભળીને., જીવન આખું ઝૂરી ઝૂરીને મરવા કરતાં ધણીનો કયારેક માર ખાઇ લેવો તે શું ખોટું બેન?’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *