ઉઝરડા – સંજયગુંદલાવકર

‘આ પેડેડ બ્રા ને આટલો બધો હેવી મેક અપ? શું ગરજ છે તને આ ધતીંગની?’

‘મમ્મી પ્લીઝ, પકાવ નહીં, ઑલરેડી આઈ એમ લેટ’ ને એ ઉંબરો ઓળંગી ગઈ.

‘હે ભગવાન, શું થશે આનું?’

* * *

‘મમ્મી..’ ડોરબેલ રણકી, ટીપોય પર મોબાઈલ પડેલો દેખાયો, ઉંચકાયો ને દરવાજો ફરીથી ગરજી ઉઠ્યો, ‘મમ્મી..!!’

‘આવી.’ મિજાગરો ખોલતાં જ દરવાજો અથડાયો.. ધડામ.. માથું ફાટી જાય એવું પરફ્યૂમ ગંધાયું,

‘કોણ જાણે તારૂ શું થશે? ભૂલથીય જો ભટકાયો તો તારો બાપેય તને ઓળખી શક્શે નહીં.’

‘એ ભૂતને તો વશમાં કરીશ જ..’

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?”

‘હા મમ્મી, નહીં તો આ પેડેડ બ્રા, ને આટલા બધા હેવી મેક અપની મને ગરજ નથી.’

પહેલી વાર પેડેડ બ્રાની પાછળના ઉઝરડા મમ્મીના આંસુ બનીને ટપકી પડ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *