સમાધાન – શીતલ ગઢવી “શું જુએ છે? ..તું આટલો હલકો થઈ જઈશ.. મારી સમજ બહાર છે. મેં જ તને બનાવ્યો.. તું કંઇક અલગ બની ગયો!” સામે મેં મારી જ જાતને મારી પર ક્રોધ કરતી જોઈ. “હા.. તો.. ક્યાં સુધી સચ્ચાઈ અને અચ્છાઈની પીપુડી વગાડ્યા કરવી.. સારું કર્યા પછી મળે શું? […]
Monthly Archives: June 2018
તરસ – ડૉ. નિલય પંડ્યા સરકારી હૉસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. આજે રાત્રે ફરી પૅથોલૉજી વિભાગમાંથી લોહીનાં સત્તર સૅમ્પલ ગાયબ થયા હતા. આજે સતત ત્રીજો દિવસ હતો કે જ્યારે તપાસ માટે આવેલાં લોહીનાં સૅમ્પલ સવાર થતાં ગાયબ થયા હતાં. અને કમનસીબી એ હતી કે છેલ્લાં એક મહિનાથી પૅથોલૉજી વિભાગમાં મારી […]
નવાં વર્ષની મિઠાઈ – સંજય થોરાત ‘મઠીયા, ચોરાફળી, ચેવડો… અમારા માટે?’ એકસાથે આટલું બધું જોઈને ટિનિયો અને પિંકી રાજી થઈ ગયા. ‘હા, મોહનથાળ, મગસ, કાજુકતરી અને કોપરાપાક પણ છે.’ ઝળહળતી દીવાળીની મઘમઘતી મિઠાઈ જોઈને આખો પરિવાર રાજીનો રેડ હતો. ‘મમ્મી, કેમ આટલી બધી મિઠાઈ?’ ‘આજે નવું વર્ષ છે!’ ‘પણ… આ […]
૨૦૧૨ની સાલમાં ઝેન ગુરુ રુથ ઓઝીકીને વાંચવાનું સદભાગ્ય મળ્યું હતું.. અને ત્યારે પહેલો પરિચય થયો હતો ઝેન ડ્રેબલ્સનો.. ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની રીત સ્પર્શી ગઇ. ૨૦૧૨ના સપ્ટેમ્બર મહિનામાં પહેલ-વહેલો પ્રયત્ન કર્યો ગુજરાતી ભાષામાં આવી સાવ ઓછા શબ્દોમાં વાર્તા લખવાનો.. કંઇક મજા પડી એટલે પરમ મિત્ર અને માર્ગદર્શક જીજ્ઞેશ અધ્યારૂને તાત્કાલિક ઇ-મેઇલ અને ચાતક નજરે પ્રતિભાવોની રાહ જોવા લાગ્યો.. સાંજે તેમનો ફોન આવ્યો “સરસ.. મજા પડી હાર્દિકભાઇ.. અક્ષરનાદ ઉપર લઉં છું.” બસ ત્યારથી અત્યાર સુધીમાં ૮ ભાગમાં ૧૧૦ માઈક્રોફિક્શન.. અનેકોએ માણી.. આ સમય ગાળામાં વાર્તાના આ પ્રકારને અનેકાનેક અદ્દભૂત લેખકો મળ્યા.. અક્ષરનાદ તરફથી યોજાયેલ માઈક્રોફિક્શન વાર્તા સ્પર્ધાનો જજ બનીને જ્યારે સ્પર્ધકોની વાર્તા વાંચતો ગયો ત્યારે મનમાં થયું કે શું તાકાત છે આ માઈક્રોફિક્શનના જગતની..
આપણી વાંચવાની ટેવ, સર્જનના પ્રકારો અને સાહિત્ય - એ બધુંય એકસાથે ટેકનોલોજીના પ્રભાવ હેઠળ સતત બદલાઈ રહ્યું છે, આપણને જાણ હોય કે ન હોય પણ છેલ્લા પંદર વર્ષમાં ઈ-પુસ્તકો, વેબસાઈટ્સ, મોબાઇલ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયાએ આપણી વાંચનની ટેવમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે, અને એને લીધે લેખનની પ્રક્રિયા પણ ચોક્કસ બદલાવાની જ, સાહિત્યપ્રકારો અને સાહિત્ય સર્જનના માળખામાં પરિવર્તન અવશ્યંભાવી છે.. સર્જનના બદલાવની આ પ્રક્રિયામાં અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વાર્તા પ્રકાર છે ફ્લેશ ફિક્શન કે માઈક્રોફિક્શન.
કોપી પેસ્ટ – લીના વછરાજાની સરફરાઝના હાથનો ઢોરમાર ખાઇને મુમતાઝના ખોળામાં માથું નાખીને ધ્રૂસકે ધ્રૂસકે રડતી ફરજાનાના મારની વેદના મુમતાઝના ચહેરા પર છલકાઈ આવી. “તારા નિકાહ સરફરાઝ સાથે થયા ત્યારે જ મેં કહેલું કે હું પહેલી બેગમ છું એટલે તને જાણ કરું છું કે તારું ને મારું જીવન કોપી પેસ્ટ […]
ગર્ભ – જાહ્નવી અંતાણી એ મૂર્તિ સામે ધ્યાનમગ્ન હતા. સવિતાબેને ફોન મૂકી બુમો પાડી. “સાંભળ્યું? નયનાનો બીજો નંબર આવ્યો છે… લ્યો, હવે તમે ડોક્ટર નયનાનાં પપ્પા હોં.” દવાખાનાની એ નાનકડી કેબીન તરવરી ઉઠી. “ગર્ભપાત રહેવા દો. શક્ય છે એ તમારા ગર્વનું કારણ બને.” નવનીતભાઈનાં માતાજી સામે જોડાયેલા હાથ વધુ ધ્રુજી […]
હું પણ તને ચાહું છું.. – મીરા જોષી “અનિરૂદ્ધ, નાનપણથી મેં એક કલ્પના કરી હતી, હિમાલયની ભૂમિ પર વસવાની… ત્યાંની પરમ શાંતિને હ્રદયમાં ભરીને પરિતૃપ્ત થવાની અદમ્ય ઝંખના હતી મને… આજે એ ઝંખનાની પૂર્તિનો દિવસ છે, અનિરૂદ્ધ. તારા મૈત્રીઋણથી મુક્તિ આપ મને.” હિમાલયનાં બરફમય શિખરોની પેલી પાર સફેદ ચાદર ઓઢેલી […]
શહીદ – રાજુલ ભાનુશાલી એ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો પણ જાજરૂ સુધી પહોંચે એ પહેલા જ એનું પેટ છૂટી ગયું. “સીમમાં જ પડ્યા રે’તા હો તો… જ્યાં આવે બેહી પડવાનું,” પુત્રવધુ તિરસ્કૃત સ્વરે બોલી. યુદ્ધકૈદી તરીકે દર બીજે દિવસે મીઠુંમરચું ભભરાવેલો બામ્બુ ગુદામાં દાખલ કરવામાં આવતો ત્યારે નહોતી થઈ એટલી પીડા એને આ […]
“મૅડમને શું થઈ જાય છે? જ્યારે પણ કોઈ બળાત્કાર કે મોલેસ્ટેશનનો કેસ આવે રણચંડી બની જાય છે. જજની સજા પહેલા એવી-એવી જગ્યાએ થર્ડ ડિગ્રી આપે, આરોપી પોતાની મા, બહેન કે પત્નીને પણ પકડતા થરથરે.” કાનાફૂસી સાંભળી ઈન્સપેકટર સંધ્યાની નજરોમાં સોળ વર્ષની પંખે લટકેલી બહેન તરવરી.
નિસ્વાર્થ પ્રેમ – હાર્દિક પંડ્યા “કેમ, ખોવાયેલી લાગે છે. શું થયું?, સ્વીટહાર્ટ.” ને ઉર્વશી સજાગ થઈ. “ના ડીયર, કાંઈ નહિ બસ એમ જ… તમે હાથ-મોં ધોઈ આવો. હું જમવાનું પીરસું.” જમવાનું પુરું થયું. ઉર્વશી વાસણ સમેટવા લાગી. એટલામાં એનો મૉબાઇલ રણક્યો. મોહિતે ફોન ઉર્વશીને આપ્યો, “કોઈ મનોજનો ફોન છે.” ઉર્વશી […]
હિમ્મત – આરતી આંત્રોલીયા “ખબરદાર, જો મારી દીકરીને હાથ પણ લગાડ્યો છે તો.” તે જોરથી ગરજી ઉઠી. વહુનું આ રણચંડી સ્વરૂપ જોઈ સાસુમા છળી પડ્યાં. સહસા જ બન્નેથી વૃક્ષની ડાળીએ માળામાં ઈંડા સેવતી કાગડી તરફ જોવાઈ ગયું, સવારે જ બારી પાસે જતાં કાગડીએ ઘુરકીને ચાંચ મારી હતી તે યાદ આવ્યું. […]
દવા – દિવ્યેશ વિ. સોડવડીયા “અમારી જિંદગીમાં તમારા વિના શૂન્યાવકાશ છવાઈ ગયો. હંમેશા અમારા અંતરમાં રહેનારને કેમ કરી ભૂલીએ અમે ! પ્રભુ તમારા આત્માને શાંતિ અર્પે એ જ અમારી પ્રાર્થના.” ‘લાડલી વહુને અશ્રુસભર શ્રદ્ધાંજલિ.’ આવા લખાણવાળી છબી સમક્ષ બેસણામાં સૌ મૌન ગોઠવાયા હતા. ..ને નાનકડી દીકરીએ હાથમાં ખાલી શીશી બતાવીને […]
હેર-બેન્ડ – નીવારાજ “સો એક રૂપિયાનું કંઈ નાનુંમોટું આપી દો.” કટલરીની દુકાને પહોંચેલી વીણાએ સૂચના આપી. પ્લાસ્ટીકની માળા, બુટ્ટી અને બ્રેસલેટ લીધા અને સાથે એક મોટા ફૂલવાળી હેરબેન્ડ. નવી નવી રહેવા આવેલી વીણાનાં મોટા ટાવરની નીચેની ખાલી દુકાનમાં એ લોકો રહેતા… હળવું સિલાઈકામ કરતા મુસ્લિમ પરિવાર સાથે “કેમ છો? સારું […]
મુજ વીતી તુજ વિતશે – ગોપાલ ખેતાણી “પતિ દેવેનકુમાર, સાસુ લલિતા પવાર અને હું નિરુપા રોય.” રમાએ વિચાર્યું. સાસુની ગર્જના સંભળાઈ, “માથે સૂરજ ચડી ગયો તોયે રાણીને ખાટલા તોડવા છે.” ગમ ખાઈને કામે ચડી. * દસ વર્ષ બાદ… “દીકરો દેવેનકુમાર, વહુ બિંદુ અને હું નિરુપા રોય..” જયાએ ખાટલાંમાં વિચારતા વહુને […]
બોલો પપ્પા – હિરલ કોટડીઆ “હલો, હા પપ્પા… મજામાં? .. અહીં હોસ્ટેલમાં શું વાંધો હોય? … હા જમી લીધું હોં.. તમે દવા લઈ લીધી? … ભૂલ્યા વગર લઈ લેજો હોં… મમ્મી શું કરે છે? …. તમારે પણ જવાય ને મંદીરે..! મમ્મી કહેતી હતી કે કાલે તો તમને બહુ તાવ હતો.. […]
પાંચ વરસ પહેલાનું એ કટિંગ.. તે રાત્રે ટ્રેનની એક કેબિનમાં, એક નવપરિણીત જોડું મુસાફરી કરી રહ્યું હતું. અડધી રાત્રે...
ગડમથલ – પૂર્વી બાબરીયા પ્રિયા આજે થોડી બેચેન હતી. ચકકર જેવુ કેમ લાગે છે? દિવસો જતા હતા મહિના પર… ‘આ ઉંમરે? ના… ન જ હોય.! અને જો આ સાડત્રીસની ઉંમર હોય તોય ત્રણ ત્રણ! કેવું લાગે? બે બાળકો ટીનએજમાં, ઉપરથી પોતાને ડાયાબીટીસ અને થાઈરોઇડની બિમારી..! પ્રિયા : આજે ઉલ્ટી જેવું […]
સબળા – જલ્પા જૈન ‘એક અંગુઠા વગર ચારેય આંગળી નકામી… બેન.’ ‘બસ મારી મચેડીને, મન ફાવે એવુ સમજાવી દીધુ છે સ્ત્રીઓને! ચાર આંગળી નારી અને પુરુષોની અંગુઠા સાથે સરખામણી…’ ‘ચાલ છોડ, પણ હવે મારે તો, આ શીખવ્યું છે એમ ફટકારી જ દેજે મોઢે કે… ‘હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી […]
રીઅર વ્યુ – ધર્મેશ ગાંધી “ચીંઈ..ઈ..ઈ…” ઓડી આર-8 ની પુરપાટ ઝડપ અચાનક થંભી. તોફાની સાંજ, વરસાદી વાતાવરણ.. ચક્રવાત ચારે તરફ..! મિસ વર્લ્ડ જેવું લાવણ્ય ધરાવતી એક ચીંથરેહાલ યુવતી રસ્તા વચ્ચે દોડી આવી.. અને મલ્હારની ગાડી અટકી. “ઠક.. ઠક..ઠક..” વિન્ડો પર હાથનાં પંજાનો થપથપાટ ઉતાવળો બન્યો. યુવતી મુસીબતમાં હોવાનો ભાસ થયો… […]
“અલખ નિરંજન…” સાધુ મહાત્માએ ફળિયું પસાર કરી ઓસરી પાસે આવતા કહ્યું. “મા’રાજ… દાણા લેશો?” એક પગને ગોઠણથી ઉભો રાખી ઘઉં સાફ કરતી સમજુ ડોસીએ પૂછ્યું. “હા.” સાંભળતા ડોસીએ સુપડામાં ઘઉં લઇ ઓસરીમાંથી થાંભલી પાસે આવતા કહ્યું: “લ્યો, મા’રાજ.” “તમારા દીકરાની જોળી દાણાથી સદા ભરેલી રહે.” જોળી ફેલાવતા સાધુ બોલ્યા. ડોસીની […]
ઉઝરડા – સંજયગુંદલાવકર ‘આ પેડેડ બ્રા ને આટલો બધો હેવી મેક અપ? શું ગરજ છે તને આ ધતીંગની?’ ‘મમ્મી પ્લીઝ, પકાવ નહીં, ઑલરેડી આઈ એમ લેટ’ ને એ ઉંબરો ઓળંગી ગઈ. ‘હે ભગવાન, શું થશે આનું?’ * * * ‘મમ્મી..’ ડોરબેલ રણકી, ટીપોય પર મોબાઈલ પડેલો દેખાયો, ઉંચકાયો ને દરવાજો […]