ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આલને ‘લી… આ સેલ્લી વાર, પસે નૈ માગું…

રૂપિયા – મીનાક્ષી વખારિયા

“એય….. હાળા હહરીના…. જા હાલતો થા હાલતો!”

“આલને ‘લી… આ સેલ્લી વાર, પસે નૈ માગું…”

“કૈ’દીધુંને એકવાર, નૈ આલું….”

“નૈ ચ્યમની આલે?”

“નૈ આલુ…. જા, તારાથી થાય ઈ કરી લે.” બોલતાં બોલતાં રાજીએ ઓઢણાના છેડે મારેલી ગાંઠ ફરી તપાસી ને કમરે ખોસી દીધી. પૈસા માટે રઘવાયા થયેલા રવજીએ તેને મારવા હાથ ઉપાડ્યો… પણ વ્યર્થ. રાજીએ ચપળતા દાખવીને હાથ પકડી લીધો ને કસીને મરડતાં બોલી ઉઠી, “હાથ ઉપાડતાં પહેલાં વિચારી લેજે… રાજી આ વખતે ઉધાર નહીં રાખે, ને નૈ તને ફદિયાં મળે, હારી પેઠ હમજી લેજે…. સા…. નપાણિયા..”

– મીનાક્ષી વખારિયા

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “આલને ‘લી… આ સેલ્લી વાર, પસે નૈ માગું…”