ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે? નહીં મળે તો શું કરીશ?

સફર – જીજ્ઞેશ અધ્યારૂ

“ભલે તેં બનાવ્યું, પણ તારું આ ટાઈમ મશીન ભયાનક વસ્તુ છે, ભવિષ્ય જાણવું મનુષ્ય માટે અભિશ્રાપ છે.”

“ભૂતકાળમાં જઈને મેં ભૂલ સુધારી લીધી છે, હવે જોવું છે કે ભવિષ્યમાં એ મળશે કે..”

“તકલીફ એ જ છે કે તું વર્તમાનમાં જીવી જ નથી શક્તો, પ્રયત્ન, ધીરજ અને ખંતને બદલે..”

“ભલે એમ, એના વગર કોઈ પણ વાતનો કોઈ અર્થ નથી, જીવનનો પણ નહીં.. એ એક વ્યક્તિને તો..”

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે? નહીં મળે તો શું કરીશ? ફરી ભૂતકાળ બદલીશ?”

“હા, જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી.. સમય મારા વશમાં છે..”

ટાઈમ મશીનમાં એ ગોઠવાયો, મશીન શરૂ થયું,

અને એક ભયાનક વિસ્ફોટ થયો… એ ન ભવિષ્યમાં હતો, ન ભૂતકાળમાં, ન વર્તમાનમાં.

 

Leave a comment

Your email address will not be published.

One thought on “પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે? નહીં મળે તો શું કરીશ?”