કામ દામ દંડ ભેદ – સંજય ગુંદલાવકર
“મારા પપ્પાના પેન્શનની ફાઇલ પાસ કરાવી આપો.”
“ઠીક છે રાજુલા, રાત્રે મારી ઘરે આવીને ફાઇલ લઈ જા.”
* * *
“રાજી… ફાઇલ જોઈતી હોય તો પાસે આવ.”
“ફાઇલ તો બતાવો.”
“આ રહી”
“નામ તો બતાવો. મારા પપ્પાની છે કે?”
“નખરાં નહીં. મારો હાથ ઊપડી જશે.”
“હાથ ઉપાડતાં પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”
“ઓય, ચલ બહાર નીકળ, સાલી…” ને દરવાજો ખોલતા જ
“એન્ટિકરપ્શન બ્યુરો” ની ટીમ…
“થેન્કયુ રાજુલા”
– સંજય ગુંદલાવકર
One thought on “ઠીક છે રાજુલા, રાત્રે મારી ઘરે આવીને ફાઇલ લઈ જા.”
જો સ્ત્રી હિંમત બતાવે તો કોઈનીમજાલ છે કે એને હાત પણ લગાડી શકે..? પ્રેરણાદાયક સરસ વાર્તા..