ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

શ્રાવણ પૂરો થવામાં હતો. તેના ધણમાં ફક્ત બે મુડદાલ બકરાં જ બચ્યા હતાં….

મનભેદ – જીજ્ઞેશ અધ્યારૂ

‘મૂશળધાર વરસાદે એ ગાડરિયો આનંદમગ્ન થઈ પોતાના ઘેટાં બકરાંની સામે જોઈને ગીત ગાવા લાગ્યો, ગાડર જાણે તેનું ગીત સમજતા હોય તેમ તેની તરફ દોડ્યા અને પોતાના નવજાત પુત્રને પિતા વ્હાલ કરે એમ એ ગાડરિયો પોતાના બકરાંને વ્હાલ કરવા લાગ્યો.’

રસ્તાની નીચે નદીના પાણીને પસાર થવા બનાવાયેલ કોરાકટ્ટ ગરનાળામાં બેસીને સૂકી ભેળ ખાધા પછી બચેલ કાગળમાં લખેલ આ ફકરાને તે વાંચી રહ્યો. શ્રાવણ પૂરો થવામાં હતો. તેના ધણમાં ફક્ત બે મુડદાલ બકરાં જ બચ્યા હતાં, જે ગરનાળામાં તેની પાસે જ પેલો કાગળ મેળવવાની રાહમાં બેઠા હતાં. એ બકરાંઓને જોઈ રહ્યો.

બકરાંઓના મનમાં શું રંધાઈ રહ્યું હતું એ તો રામ જાણે પણ તેના મનમાં આજે રાત્રે બકરાને રાંધવાની વાતની રંધાઈ રહી હતી.

Leave a comment

Your email address will not be published.

One thought on “શ્રાવણ પૂરો થવામાં હતો. તેના ધણમાં ફક્ત બે મુડદાલ બકરાં જ બચ્યા હતાં….”