ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ભામણની દીચરીન અભડાવી.. ઠમઠોર્યા વના તમોરી જાત પાધરી નો રયે.. કૂવો હવાડો કરવાનો ન હૂઝ્યો તનં?

મુખી – જીજ્ઞેશ અધ્યારૂ

ચોરો સ્તબ્ધ.. વેઠીયા રામજીના છોકરા સાથે ગોરની દિકરી ભાગી, શહેરમાં બંનેએ લગ્ન કર્યા, ગામમાં હાહાકાર.. ગોરે પંચ બોલાવ્યું, મણિયાના મા-બાપ કાના અને રેખલીને રજૂ કરાયા.. ગામ બહાર મૂકાયા, દા’ડી – દાણાપાણી બંધ, છતાં રેખલી હિંમત ન હારી..

“પંસ, વે’વાર ન રાખો તો ર્યો તમાર ઘેર, ખાહડે મારી તમારી પટલઈ, મારા સોરાઅ ઈનો હાથ ઝાલ્યો સ, નેસી જાતના સી પણ વે’વારમોં પાસા પડી તો તમારૂ ખાહડુ ન મારૂ માથું.. દીચરીની જેમ રાખવાની સવ હું ઈન.”

મુખી કહે, “તારા દિચરાય હૂરાતન દેખાડ્યું સ ચ તું ગાલાવેલી થા’છ? રૌરવ નરકે હડવાની.. ભામણની દીચરીન અભડાવી.. ઠમઠોર્યા વના તમોરી જાત પાધરી નો રયે.. કૂવો હવાડો કરવાનો ન હૂઝ્યો તનં?”

“હૂઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નો’તી ઉઘડી.. તો હવ મારી હાટુ તો… ને ઠમઠોરવાની હા હોય તો થા ઉભો.. તારુ પાણીય જોઈ..”

હાથમાં દાતરડા સાથે ઉભી થયેલી રેખલી સાથે ગામની અનેક સ્ત્રીઓ જોડાઈ, એક બોલી, “મુખી, તમોરી ઓંખ્યુના ઝેર અમય જોયા સ, કૂવો હવાડો કોણે ને હું કરવા કરવો જોઈ, કયે?”

ત્રીજી બોલી, “વાડીયુંમાં લળીલળીન બોલ્યા કરછ ન અડપલાં કરવાનો થા’છ તયેં કૂવો ન’થ હૂઝતો? કન્ટ્રી પી ન પડ્યો ર મુખી.. ભા થાવાનું રે’વા દેજે..”

પણ ત્યાંજ.. “એણ મન નહીં ભગાઈ, મેં એને નહાડ્યો તો..”

Leave a comment

Your email address will not be published.

One thought on “ભામણની દીચરીન અભડાવી.. ઠમઠોર્યા વના તમોરી જાત પાધરી નો રયે.. કૂવો હવાડો કરવાનો ન હૂઝ્યો તનં?”