ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પતિના મરણપ્રસંગે જમવાનુ તો ક્યાંથી હોય પણ કોઈએ પાણી સુદ્ધાં પૂછ્યુંં નહીં..

હાશ.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક

ભાભીએ એના હાથ પકડીને જોરથી બંગડીઓ પછાડી. થોડા કાચના ટુકડા એને વાગ્યા. એને રડાવવી જોઈએ એમ માનનારાઓએ કંઇ જ કસર ન રાખી.

પતિના મરણપ્રસંગે જમવાનુ તો ક્યાંથી હોય પણ કોઈએ પાણી સુદ્ધાં પૂછ્યુંં નહીં. સવારથી એ એકનીએક જગ્યાએ બેઠી રહી. રાત સુધી અલગ અલગ વ્યક્તિઓએ આવીને હિંમત રાખવાની એકની એક વાત કર્યા કરી. લગભગ ૧૨ વાગ્યા સુધી સગાવ્હાલાઓએ એને ભવિષ્યમાં શું કરવુંં તેના અભિપ્રાય આપી દીધા.

અંતે ૧ વાગે તે એકલી રૂમમાં આવી અને સહજ રીતે બોલી ઉઠી.. “હાશ !”

 

Leave a comment

Your email address will not be published.

One thought on “પતિના મરણપ્રસંગે જમવાનુ તો ક્યાંથી હોય પણ કોઈએ પાણી સુદ્ધાં પૂછ્યુંં નહીં..”